સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીએગાઝામાં સામાન્ય લોકો પર બોંબવર્ષા કરવા બદલ ઈઝરાયેલની ટીકા કરી

તેલઅવીવ, ઇઝરાયેલે ગાજા પટ્ટીમાં કરેલા હવાઈ હુમલાથી સંયુક્ત રાષ્ટ્રના વડાએ નારાજગી વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટારેસે ગાઝામાં સામાન્ય લોકો પર બોંબવર્ષા કરવા બદલ ઈઝરાયેલની ટીકા કરી છે. સાથે જ ગુટારેસે કહ્યું કે, હમાસનો હુમલો અકારણ નથી. બીજી તરફ, ઈઝરાયેલે એન્ટોનિયો ગુટારેસ પર વળતો પ્રહાર કરીને કહ્યું કે, તેઓ (ગુટારેસ) પદ પર રહેવા માટે લાયક જ નથી. ઇઝરાયેલે રાજીનામુ માંગ્યા પછી ગુટારેસે બુધવારે સવારે ફરીથી ટ્વીટ કરીને કહ્યું છે કે, હમાસે જે કર્યું, તેની સજા પેલેસ્ટાઈનના લોકોને આપવી એ યોગ્ય ઠેરવી શકાય નહીં. ઇઝરાયેલ અને સંયુક્ત રાષ્ટ્રના વડા ગુટારેસની વચ્ચે આ વિવાદ સુરક્ષા એ સમયે વકર્યો, જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં એન્ટોનિયો ગુટારેસે એક નિવેદન આપીને કહ્યું હતું કે, હમાસે ઇઝરાયેલ પર જે હુમલો કર્યો, એ સંપૂર્ણ રીતે કારણવગર નથી. એ જોવું પણ મહત્વનું છે કે પેલેસ્ટાઈનના લોકો ૫૬ વર્ષથી એક કબજાનો સામનો કરી રહ્યા છે અને દમ ઘૂંટીને જીવી રહ્યા છે. પોતાની જમીન બીજા લોકો પચાવી રહ્યા હોવાનું દેખ્યું છે. તેમને(પેલેસ્ટાઈન) પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થવું પડી રહ્યું છે.

ઇઝરાયેલના ભારત ખાતેના એમ્બેસેડર નાઓર ગિલોને જણાવ્યું હતું કે અન્ય દેશોની જેમ ભારતે પણ હમાસને ત્રાસવાદી સંગઠન જાહેર કરવાનો સમય આવી ગયો છે. પત્રકારો સાથેની વાતમાં તેમણે જણાવ્યું હતું કે, ઇઝરાયેલા ભારતના સંબંધિત સત્તાવાળાઓને હમાસને ત્રાસવાદી સંસ્થા જાહેર કરવા વિનંતી કરેલી છે. દરમિયાન, દ્ગર્છ્ંના સભ્ય તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને ઈઝરાયલ પર હુમલો કરનાર હમાસનો બચાવ કર્યો છે. એર્દોગન ઈઝરાયલ પર અત્યાચારનો આરોપ પણ લગાવ્યો. એર્દોગને કહ્યું હતું, હું ઈઝરાયલ નહીં જઉં. હમાસ આતંકવાદી સંગઠન નથી. તેના સભ્યો મુજાહિદ્દીન છે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. તેઓ પોતાની જમીન અને નાગરિકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.