સંતરોડ, મોરવા(હ)તાલુકાના સંતરોડ ગામે ગામના વચ્ચેથી રેલ્વે લાઈન પસાર થાય છે. જે બોમ્બે-દિલ્હી લાઈન છે. આ રેલ્વે લાઈનના કારણે વ્યવહારને પસાર કરવા માટે અહિં ફાટક આપવામાં આવેલ છે. આ ફાટકનુ ઓપરેટિંગ રેલ્વે સ્ટેશનથી કરવામાં આવે છે. આ ફાટકને ખોલવો અને બંધ કરવો એ રેલ્વે સ્ટેશન ઉપરથી ચાવી આપ્યા બાદ કરવામાં આવે છે. આ ફાટક ઉપર ફાટક ખોલ-બંધ કરવા માટે ગેટમેન મુકવામાં આવેલ છે. ધણા સમયથી ગેટમેનની મનમાનીના કારણે ફાટકને પસાર કરીને જવા-આવવા વાળા વાહનચાલકો ખુબ જ તકલીફ વેઠી રહ્યા છે. અપ અને ડાઉનની ટ્રેનો પસાર થઈ જવા છતાં પણ ફાટક ખોલવામાં આવતી નથી. જેને કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી ફાટક ખોલવાની રાહ જોઈને ઉભા રહેવુ પડે છે. આ બાબતે રહિશો રેલ્વે વિભાગમાં રજુઆત કરી નિરાકરણ આવે એવી આશા રાખી રહ્યા છે.