ગોધરા, મોરવા(હ)તાલુકાના સંતરોડ ગામ વચ્ચેથી અમદાવાદ-ઈન્દોર એકસપ્રેસ હાઈવે પસાર થાય છે. જેમાં સંતરોડ ગામ ખાતે ઓવરબ્રિજ બનાવેલ છે. જેમાં સંતરોડ ગામ, મોરવા અને સંતરામપુર જવા માટે સર્વિસ રોડ આપવામાં આવ્યો છે. આ સર્વિસ રોડ પાસે ઓવરહેડ લાઈટ અને બ્રિજ પર લાઈટો હાઈવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવી પરંતુ તે બંધ હાલતમાં છે. ત્યારે આ મામલે નાના વેપારીઓએ દિવાળીના તહેવાર દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પરંતુ તે ચર્ચાનુ કોઈ નિરાકરણ ન આવતા ઉલ્ટાનુ તેઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. જે સંઘર્ષને ઘ્યાને લઈ હાઈવે ઓથોરિટી દ્વારા સંતરોડને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવો સ્થાનિક નાના વેપારીઓએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે,સંતરોડ ગામે ઓવરહેડ લાઈટ અને રોડ ઉપરની લાઈટ રાત્રિ દરમિયાન બંધ રાખવામાં આવે છે જેને કારણે વાહનચાલકો ઉપરાંત ગામના રહિશોને પણ ખુબ તકલીફ સહન કરવી પડી રહી છે. આ બાબતે સાલિયા(સંતરોડ)ગામના સરપંચ દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છતાં પણ આનુ નિરાકરણ આવતુ નથી ત્યારે સાલિયા(સંતરોડ)ગામના સરપંચ અશ્ર્વિનભાઈ ડામોર સાથે વાત કરતા તેઓના જણાવ્યા મુજબ આ લાઈટ બંધ રહેવા બાબતે અને વારંવારની રજુઆત હાઈવે ઓથોરિટીને કરી છે પરંતુ એક દિવસ લાઈટ ચાલુ રહે છે અને પાંચ-છ દિવસ લાઈટ બંધ રહે છે. જેથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.