સંતરામપુર સંત મસ્જીદમાં આવેલ દાન પેટી રોકડની ચોરી

સંતરામપુર, હવે ચોરો ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવે છે. દાનપેટીમાં તોડીને રોકડા રકમ લઈ ગયા સંતરામપુરની સંત મસ્જિદમાં આશરે દિવસ દરમિયાનમાં ચોરો મોકો દેખીને ધાર્મિક સ્થળ મસ્જિદમાં પ્રવેશ કરીને મસ્જિદની અંદર મૂકવામાં આવેલી દાન પેટી તોડી પાડેલી હતી અને અંદરથી રોકડા રકમ ચોરી ગયા હતા. જ્યારે મસ્જિદમાં ટ્રસ્ટી અને મૌલાના નમાજ પડાવા માટે પહોંચ્યા તો ખબર પડી તો મસ્જિદની અંદર દાન પેટી તૂટી ગયેલી જોવા મળી આવેલી હતી. એ આ દાન પેટીમાં આશરે 3 થી 4 મહિના સુધી ખોલવામાં આવેલી ન હતી મોટી રકમ હોવાનું અનુમાન જણાઈ રહ્યું છે. કેટલાક અસામાજીક તત્વો અને ચોરો બેફામ ધાર્મિક સ્થળોને પ્રવેશ કરીને ટાર્ગેટ બનાવી મૂકતા હોય છે અને મોકોનો લાભ લઈને ચોરી કરી જતા હોય છે. આ ઘટના સંતરામપુર નગરના ત્રણ મહિના પહેલા પણ અલગ અલગ ધાર્મિક સ્થળો પર દાન પેઢીના ચોરીના બનાવ બન્યા હતા. આ ચોરીની ઘટનાને લઈને સંત મસ્જિદના ટ્રસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.