સંતરામપુર, પૂજ્ય મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત થતો ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમા ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે. “શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હે”ને ખરા અર્થમાં સાકાર કરતા મહીસાગર જીલ્લાની સંતરામપુર તાલુકાની ડોળી પગાર કેન્દ્રની આંબા પ્રાથમિક શાળાના ચંદ્રિકાબેન ખાંટ છેલ્લા 35 વર્ષથી એમના કર્મને જ ધર્મ માની પોતાની શાળાને અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા રોનકમય બનાવી રહ્યા છે. તેઓ ગામને પણ હંમેશા જાગૃતમય રાખવાનું કામ, ક્ધયાઓને શિક્ષણ પ્રત્યે સજાગતા, માર્ગદર્શન, આર્થિક સહાય કરી શાળા અને ગામ માટે ગૌરવવંતુ કામ કરી રહ્યા છે. જે સમગ્ર સંતરામપુર તાલુકા અને મહીસાગર જીલ્લા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. જે બદલ મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બી. આર. સી કો. ઑ સંતરામપુર, સી.આર.સી કો. ઑ ડોળી, ડોળી પગાર કેન્દ્ર આચાર્ય, રાજ્ય તેમજ ચિત્રકૂટ પારિતોષિક વિજેતા રમેશકુમાર બી. ચૌહાણ, આંબા શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિ આંબા તરફથી ચંદ્રિકાબેન ઘમીરભાઈ ખાંટને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
જેઓને આગામી 31 જાન્યુઆરીના રોજ ભાવનગર, તલગાજરડા ખાતે વિશ્ર્વ વંદનીય સંત મોરારિબાપુના વરદ હસ્તે ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરાશે.