
સંતરામપુર નગરમાં વર્ષો થી જે હાટ બસ સ્ટેન્ડ ચોકડી ખાતે ભરાય છે. જે હાટમાં સ્થાનિક વેપારી તેમેજ આજુબાજુ થી આવતા વેપારી ધન્ધા અર્થે આ હાટમાં આવતા હોય છે.પણ છેલ્લા 2 મંગળવાર થી નગરપાલિકા તેમેજ પોલીસ તંત્ર દ્વારા આ હાટ પ્રતાપપુરા ખાતે ખાસેડવામાં આવેલ છે. ત્યાં સ્થાનિક વેપારી જવા તૈયાર નથી અને ત્યાં ધંધો થતો નથી.
સ્થાનિક નાના વેપારી બસ સ્ટેન્ડ ચોકડી ખાતે કાયમી ધંધો કરે છે. એમને પણ પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા એમનો સામાન લઇ લેવામાં આવ્યો હતો. એમને પણ બળજબરી ધંધો કરવા દેવમાં આવતો નથી.
સ્થાનિક વેપારીઓ ને એમની જગ્યા પર ધંધો નહીં કરવા દેવમાં આવે અને હાટ પરત બસ સ્ટેન્ડ ચોકડી નહી આવે પાછો તો વેપારીઓ ગાંધી ચિધ્યા માર્ગે જવાની ફરજ પડશે એવુ તંત્રને જણાવેલ છે. વર્ષોથી બસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક વેપારીઓ મધ્યમ વર્ગને ગરીબ વર્ગના વ્યાપારીઓને સમાન સાથે ખસેડી મુકતા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. બસસ્ટેશન વિસ્તારના વેપારીઓ મંગળવાર હાર્ટ બજારમાં વેપાર સાથે કોઈ મતલબ ન હોય કારણ કે કાયમી રેગ્યુલર ધંધો કરવાવાળાને તંત્ર દ્વારા સામાન સાથે ખસેડતા ધંધા રોજગાર પર મોટી અસર જોવા મળી હતી.
જેને લઈને આજે મામલતદાર આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને કાયમી ધોરણે હાર્ડ બજાર કે અન્ય સામાન્ય દિવસોમાં સ્થાનિક જગ્યા પર ધંધો રોજગાર કરવા માટે અપીલ કરી હતી. અમે વર્ષોથી એક જ જગ્યાએ રેગ્યુલરમાં ધંધો કરીએ છીએ અમારે હાર્ટ બજાર સાથે કોઈ લેવા દેવા હોતો નથી. અમારા નાના વેપારીઓને રેગ્યુલર વ્યાપાર ધંધા કરતા જ હોઈએ છીએ અમને અમારી જગ્યા પર વેપાર કરવા માટે અપીલ કરીએ છીએ. મયુરભાઈ, વેપારી, સંતરામપુર.