સંતરામપુરના જાહેર માર્ગો ઉપર ઠેરઠેર ગંદકી અને કચરાંના ઢગલાઓ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

સંતરામપુર, સંતરામપુરના અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો પર જ જોવા મળેલા કચરાના ઢગલાંઓ સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન હેઠળ વડાપ્રધાનના સૂત્ર માત્ર સૂત્ર જોવા મળી આવેલા છે. સંતરામપુર પાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લા પ્લોટોમાં જાહેર માર્ગો પર જ કચરના ઢગલાંઓ અને ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી આવેલું છે. એટલી ખરાબ પરિસ્થિતિ જોવાયેલી છે કે જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોને ગંદકી અને દુર્ગન વેઠવી પડે તેવી પરિસ્થિતિ જોવાયેલી છે. આજુબાજુના રહેતા સ્થાનિક લોકોને પણ અહીંયા રહેવું અને પસાર થવું મુશ્કેલી બની ગયું છે. સફાઈ કર્મચારી દ્વારા ગામનો કચરો ખુલ્લા પ્લોટમાં ઠાલવીને નાખીને ગંદકીનું સામ્રાજ્ય ફેલાવી રહેલા છે. આવા કચરાના ઢગલાંની અંદર ખુલ્લા પ્લોટમાં ચારેય બાજુ ફરી વળતા અને કચરો ચારે બાજુથી સળગાવી મુકતા તેની દુર્ગંધથી પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે, જ્યારે બીજી બાજુ આવા કચરાને ઢગલાની અંદર રખડતા પશુઓ મોટાભાગના મોઢાઓ મારીને રખડતા પશુઓને પણ જીવનો જોખમ પણ વધી રહેલો છે. આજુબાજુના સ્થાનિક રહીશોને આવી ગંદકીના કારણે ગંભીર બીમારી થવાની અને આરોગ્ય સાથે છેડાઓ થઈ રહેવાની પરિસ્થિતિ સર્જાયેલી છે. સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન ફક્ત બેનરો સુધી જોવા મળ્યું છે. સ્થળ ઉપર તો નગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર નગર સોસાયટી, બાયપાસ, રાઈસ મીલ, ઝુલેલાલ મંદિર પાસે આવા અલગ અલગ ધાર્મિક સ્થળો પાસે પણ ગંદકીનું સામ્રાજ્ય અને કચરાના ઢગલા જોવા મળી આવેલા છે. રિયલમાં નગરપાલિકા ક્યારે નગરને સ્વચ્છ બનાવશે. સ્વચ્છ ભારત મિશનની વાત કરતા આપણા વડાપ્રધાને સૂત્ર સાકાર કરવા માટે નગરપાલિકા તંત્ર ક્યારે જ આપશે. આ નગરને ક્યારે સ્વચ્છ બનાવશે નગરમાં ખરેખર ચર્ચાનો વાયુવેદ જોવા મળી આવેલો છે. નગરને સ્વચ્છ બનાવવા માટે હવે પાલિકા કેટલો રસ રાખે તે જોવાનો વિષય બન્યો છે.