સંતરામપુર,
સંતરામપુર BOBમાં લોન વિભાગના આસીસ્ટન્ટ મેનેજર એ પેન્શન યોજના પર લોન મંજુર કરવા માટે ૨૦ હજાર રૂપીયાની લાંચ લેતા મહિસાગર જીલ્લા એસીબી દ્વારા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાંં આવ્યો.
મહિસાગર જીલ્લાના સંતરામપુર ખાતે આવેલ BOBમાં અરજદારે પેન્શન યોજનામાં લોન મેળવવા પ્રયત્ન કરેલ હોય અને લોન મંજુર કરાવવા માટે BOB સંતરામપુર શાળામાં લોન વિભાગના આસીસ્ટન્ટ મેનેજર દ્વારા અરજદારની પેન્શન યોજનામાં લોન મંજુર કરાવવા માટે ૨૦ હજાર રૂપીયાની લાંચની માંગણી કરી હતી. પેન્શન યોજનામાં લોન અરજદાર લાંચ આપવા માંગતા ન હોય જેને લઈ મહિસાગર એસીબી વિભાગનો સંંપર્ક કરી ફરિયાદ કરેલ હોય એસીબી દ્વારા છટકું ગોઠવામાં આવ્યું હતું અને આજરોજ બેંક ઓફ બરોડા સંતરામપુર શાખાના લોન વિભાગના આસીસ્ટન્ટ મેનેજરને ૨૦,૦૦૦/-રૂપીયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો. બીઓબી બેંકમાં લોન વિભાગના કર્મચારી લાંચ કેશમાં ઝડપાઈ જતાં અન્ય લાંચિયા કર્મીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.