
સંતરામપુર,સંતરામપુર પાલિકાની ગોર બેદરકારી દિવસે પણ એલઇડી લાઇટ ચાલુ હોવાની જોવા મળી આવી ગુજરાત સરકાર દ્વારા વીજળી બચાવો ઉર્જા બચાવો તેના માટે સતત પ્રયાસો કરી રહી છે અને સોલર સિસ્ટમની યોજનાઓ વધુ પડતું ભાર આપી રહી છે. જ્યારે બીજી બાજુ નગરપાલિકા નગરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રી સમયે લાઈટ સુવિધા પૂરી પાડેલી છે, પરંતુ આખી રાત લોકોને સુવિધા મળી રહે તે માટે એલઇડી લાઇટ લગાવીને ચાલુ રાખવામાં આવેલી હતી. પરંતુ સંતરામપુરના પ્રતાપુરા વિસ્તાર રિલાયન્સ પેટ્રોલ પંપ બાજુ અને બસ સ્ટેન્ડ ચાર રસ્તા વિસ્તારમાં દિવસે પણ એલઇડી લાઇટો ચાલુ જોવા મળી આવેલા હતા એક બાજુ નગરપાલિકાને લાઈટ બિલ ભરવા માટેની નાણા માટે મુશ્કેલી ઉભી થતી હોય છે. ત્યારે બીજી બાજુ પાલીતા પોતાની બેદરકારીના કારણે દિવસે પણ એલઇડી લાઇટો ચાલુ હોવાન જોવા મળી હોવાનું આવ્યું હતું. પાલિકા પોતાની જવાબદારી નિભાવશે નગરના અલગ અલગ વિસ્તારોમાં નવા એલઇડી લાઇટ મૂકવામાં આવેલા અને તેનું લાઈટ અને ફોકસ નગરને જગ મગાવી નાખે છે તેવું લાઇટિંગ પડતો હોય છે અને સૌથી વધારે તેનું વીજળીનું બિલ આવતું હોય છે, પરંતુ રાત્રે તો ચાલુ રખાય પરંતુ દિવસે કેમ ચાલુ રાખે છે, તે સમજમાં આવતું જ નથી.