સંતરામપુર,
સંતરામપુર 123 વિધાનસભાની આજે છેલ્લી તારીખે કુલ આઠ ફોર્મ ભરાયા. સંતરામપુર 123 વિધાનસભામાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો. સંતરામપુરમાં સૌપ્રથમ કુબેરભાઈ ડીંડોર ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી. જ્યારે આજરોજ કોંગ્રેસમાં ગેંદાલભાઈ મોતીભાઈ ડામોરને ટિકિટ મળતા જ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભરતભાઈ ડીંડોરને કોંગ્રેસ માંથી ટિકિટ ન મારવાના કારણે આજે મામલતદાર કચેરી જઈને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. જ્યારે આમ આદમી પાર્ટી માંથી વાગડીયા પર્વતભાઈ અખમાભાઈ સમર્થકો સાથે આજે ઉમેદવારી નોંધાવી. જ્યારે ડીટવાસના બાબુભાઈ ડામોરને આમ આદમી ટિકિટ ના મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. ડામોર અરવિંદભાઈ અખમાભાઈ અપક્ષના ઉમેદવારી નોંધાવી. ગણેશવા પૂજાભાઈ ગગજીભાઈ નવનિર્માણ ગુજરાત સેના પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી હતી. બારીયા રામા કોયા બહુજન સમાજ પાર્ટી થી ઉમેદવારી નોંધાવી. આજે કુલ આઠ ઉમેદવારી પત્ર સંતરામપુર વિધાનસભામાં ભરાયા હતા. ઉમેદવારો પોતપોતાના સમર્થ સાથે ઉમેદવારી પત્ર ભરાયા હતા.