
સંંતરામપુર,
સંતરામપુર 123 વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી લઈ સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલ મેદાનમાં તંત્ર દ્વારા કડાણા અને સંતરામપુર તાલુકાના 289 બુથ ઉપર 1445 કર્મચારીઓ દ્વારા આજરોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રેસાઇડિંગ બુથ કોલિંગ વગેરે આજરોજ ઇવીએમ અને બુથ પોલિંગ પર જવા માટે સાધન સામગ્રી સાથે ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવીને અને કોઈ પણ કર્મચારીને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી અને બુથવાઈ વાહનોની વ્યવસ્થા કરી આજે પાંચમી તારીખના રોજ મતદાનના દિવસે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરીને બુધ ઉપર જવા માટેની રવાનગી કરવામાં આવેલી હતી. બુથ પ્રમાણે અને સખી બૂથ વિવિધ પ્રકારના કાઉન્ટિંગ ઊભો કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી. તમામની તૈયારીઓ માટે આજે વ્યવસ્થા સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 289 બોધ ઉપર મતદાન મથકો પર પહોંચાડવામાં આવેલું હતું. આવતીકાલે મતદાનના દિવસે 123 વિધાનસભાની ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.