સંતરામપુર નગરમાં ધણા સમયથી સુખી નદીને ડેવલોપ કરીને અને ફરવા લાગક સ્થળ માટેની વર્ષોથી નગરજનોની માંગ હતી. જેને લઈને સંતરામપુર નગરપાલિકા દ્વારા પ્રાંત અધિકારી, પુન: વસવાટ અધિકારી, મામલતદાર, પોલીસ વિભાગ, સિટી સર્વે ડી.આર., નાયક કાર્યપાલક ઈજનેર તમામ અધિકારી દ્વારા સુખી નદીનો રિવરફ્રન્ટ બનાવવા માટેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુે. એક અઠવાડિયામાં તમામ અધિકારી દ્વારા તંત્ર દ્વારા માપણી કરીને તેમ પ્લાનિંગ અને આયોજન કરવામાં આવશે. સંતરામપુર નગરપાલિકા દ્વારા દબાણો દુર કરવામાં આવશે. સંતરામપુરની ચીબોટા અને સુખી નદીના બંને નદીઓ પર અંદાજિત રૂપિયા 12 કરોડ ખર્ચીને રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. અને નગરની અંદર મોટા પ્રમાણમાં રહેલી ટ્રાફિક સમસ્યાને દુર કરવા માટે સંતરામપુર નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવામાં આવશે.