સંતરામપુર, સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામેથી મહીસાગર એસોજીએ બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ ઝડપી પડ્યો 2,98,000/- નો મુદ્દા માલ કબજે કર્યો લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા નાકાબંધી અને ચેકપોસ્ટ સઘન પેટ્રોલિંગ કરવા છતાં તેમ છતાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી તો જોવા જ મળી આવી. સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામેથી મહીસાગર એસોજીના સંતરામપુર પોલીસને અલગ અલગ ઇંગ્લિશ દારૂની બોટલો કુલ નંગ 1539 મળી આવેલી હતી અને તેની કિંમત રૂા.2,98,000 નો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો. મહિસાગર એસોજીએ એક આરોપીની અટકાયત કરવામાં આવેલ હતી. રફીક સલીમ મેમણ જ્યારે બીજા સાત આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા હતા. અનવર શેખ જુબેર ચિન્ટુ વગેરે આરોપી ભાગી તૂટેલા હતા. આનંદપુરીથી રાજસ્થાન ફલવા ઠેકા ઉપરથી વિજય નામના બુટલે ઘરે દારૂનો જથ્થો ભરી આપેલો હતો અને ખેડા જીલ્લામાં દારૂનો જથ્થો મંગાવવામાં આવેલો હતો. પોલીસે મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.