સંતરામપુર તાલુકા શિયાળાની ઠંડી પડતાં ખેડુતો માટે લાભદાયક

સંતરામપુર,

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે રવિ પાકમાં વધારો શિયાળ અને ઠંડી શરૂ થતા જ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડી વધુ પડવાથી ખેડૂતો માટે સૌથી મોટો આશીર્વાદ રૂપ સમાન છે. સંતરામપુર તાલુકાના ગામડાઓમાં ખેડૂતો વિવિધ પ્રકારના ખેતી કરતા હોય છે. જેમાં ઘઉં,ચણા વિવિધ પાકોમાં ઠંડીના કારણે સારો પાક ઉતરતો હોય છે. સૌથી વધારે ઘઉં અને ચણામાં આ વખતે ખેડૂતોને લાભદાયક નિવડશે વરસાદ સારો હોવાના કારણે નદી નાળા અને કુવાઓ પણ પાણી હોવાના કારણે ખેડૂતો માટે ચોમાસા કરતા પણ શિયાળુ પાકમાં ફાયદો જોવા મળી રહેલો છે. આ વખતે મોટી સંખ્યામાં ડાંગરના પાકમાં પણ સારો પાક મેળવ્યો હતો. આ જ રીતે ચણા અને ઘઉં સંતરામપુર તાલુકાના ગામડાઓમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે અને આ વખતે દરેક ચાયડાઓને ખેતરો પાકથી ભરપૂર જોવાઈ રહ્યા છે.