સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગ્રામ પંચાયત જાહેર માર્ગ પર જ નવી વસાહત વિસ્તારના મધ્યમ વર્ગના લોકો વસવાટ કરી રહેલા નાના બાળકો ફુલકાઓ સાથે રહેતા આપ પરિવારો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની બાજુમાં જ ગંદકીને સામ્રાજ્યમાં વસી રહેલા છે. ચારે બાજુથી મચ્છરો મધમાખીઓથી ભરમાર જોવા મળી રહ્યું છે. ચારે બાજુ દુર્ગંધ ફેલાયેલી છે. આ જ વિસ્તારની અંદર મુરલીધર હાઇસ્કુલ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સ્થાનિક રહીશો પણ રહે છે, પરંતુ જાહેર માર્ગે આવી ગંદકી કરવાના કારણે રોગચાળાનું જોખમ જોવા મળી આવેલું છે. આવી આવી ગંદકીથી રોગચારો અને ચાંદીપુર જેવી બીમારીનું જોખમ જોવા મળી આવેલું છે.
કઈ જગ્યાએ તંત્ર જરાય ધ્યાન આપતું નથી અને સફાઈ જોવાથી જ નથી જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવેલું છે. સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન હેઠળ રોડ ઉપર જ અને નવી વસાહત વિસ્તારમાં લોકો માટે જોખમકારક ઊભું થયેલું છે. આવા કચરાના ઢગલા અને દુર્ગન મારતી વિસ્તારમાં તંત્ર ક્યારે જાગશે અને સફાઈ કરે તેવા સ્થાનિક રહીશો અને વિસ્તારના રહીશો પણ એક વર્ષ અગાઉ સફાઈ ઝુંબેશમાં રાજકીય નેતાઓ સરપંચો અને અધિકારીઓ ફક્ત જાડું પકડીને અહીંયા ફોટા પડાવી ગયેલા હતા. પરંતુ આ દિવસ સુધી આ જગ્યાએ સફાઈ કરવામાં આવી નથી. નરસિંહપુર ગ્રામ પંચાયતમાં આવેલું આ નવી વસાહત વિસ્તાર ગમે ત્યારે પણ લોકોને બીમારીના ભરડામાં લઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.