સંતરામપુર તાલુકાનાં ઉખરેલી ખાતે અજગરનું રેસ્ક્યુ કરાયું

સંતરામપુર, આ અજગરનું રેસ્ક્યુ સ્થાનિક ખેડૂતનાં call દ્વારા એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને વનવિભાગને જાણ કરવામાં આવેલ હતી. આ અજગર ખેતર માંથી રેસકયુ કરવામાં આવેલ હતો. આ અજગર આશરે 10 ફૂટ મોટો હતો. ખેતર માં ખેડૂત કામ કરતા જોવા મળેલ હતો. ખેડૂતો અજગરને જોઈ ભયભીત થયા હતાં. એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની અને વનવિભાગ ની ટીમ આવવાથી ખેડૂતો એ રાહત નો શ્ર્વાસ લીધો હતો. આ અજગરને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો મયુર ડામોર, દિપેશ પ્રજાપતિ, મોનું ડામોર, કિરણ ભોઇ અને વનવિભાગ દ્વારા જંગલવિસ્તારમાં છોડી દેવામાં આવ્યો.