સંતરામપુર, સંતરામપુર તાલુકામાં ઉબેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પરંતુ ડોક્ટર નથી ઉબેર ગામના આજુબાજુના ગામડા ગાડીયા ક્ષણવાર મોટી રેલ નાની રે માંડલી લીમડી વડબારા આ બધા ગામોના આશરે 27 હજાર જેટલા દર્દીઓ વર્ષ દરમિયાનમાં સારવાર કરાવવા માટે આવતા હોય છે. સરકાર દ્વારા મોટી સંખ્યામાં રકમ ખર્ચ કરીએ ગામડે ગામડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉભા કરવામાં આવેલા હતા અને આંતરિય વિસ્તારમાં ગરીબ વર્ગના પરિવારોને સારવાર મળી રહે તેના હેતુથી આરોગ્ય કેન્દ્ર નું સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ છે, પરંતુ ડોક્ટર જ નથી. ડોક્ટરનો અભાવે દર્દીઓને પાછા ફરવું પડતું હોય છે. સામાન્ય બીમારી હોય તો નર્સ સ્ટાફ ફાર્મસી આ બધું સ્ટાફ શરદી, ખાંસી, તાવને સામાન્ય બીમારીની દવા ગોળી આપીને સારવાર કરી દેજે પરંતુ દર્દીઓને ડીલેવરી અન્ય ગંભીર બીમારી કે અન્ય તકલીફ હોય તો ખાનગી હોસ્પિટલનો સારવાર કરવા મજબૂર બનતા હોય છે. મોટી રકમ ખર્ચ કરીને બાંધકામ કરતા હોય છે, તેમ છતાંય ડોક્ટરોનો અભાવે દર્દીઓને સારવાર માટે મૌખિક રહેવું પડતું હોય છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ અન્ય સુવિધા હોવા છતાંય ડોક્ટર વગર દર્દીઓને સારવાર કરવામાં આવતી હતી. તેવી પરિસ્થિતિ જોવા મળેલું છે. આવી કાળજા મોંઘવારીમાં મધ્યમ અને ગરીબ વર્ગ સારવાર કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડતું હોય છે. મેડિકલ અન્ય ખર્ચ માટે એક પ્રાથમિક આરોગ્ય પર વાર્ષિક આશરે 12 થી 15 લાખ રૂપિયા નો ખર્ચ કરતા હોય છે, તેમ છતાં ડોક્ટરના અગાઉ દર્દીઓને સારવાર તો મળતી જ નથી. ક્યારેય ડોક્ટર મુકાશે રેગ્યુલર એક ગ્રામજનો પૂછી રહ્યા છે.