સંતરામપુર,
સંતરામપુર તાલુકાના સીમલીયા મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને 516 વિદ્યાર્થીઓને આજે શિબિરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ લુણાવાડા અને તાલુકાની સેવા સમિતિ સંતરામપુર કાનૂની સહાય આપનો બંધારણીય અધિકાર છે. જેના દ્વારા કયા પ્રકારના કેસોમાં કાનૂની સહાય મળી શકે છે. વિનામૂલ્ય તકરાર સામાન્ય ઝઘડાઓ નિરાકરણનો શ્રેષ્ઠ વિકલ્પ છે, એટલે લોક અદાલત જેવી બાબતો વિશે આવા અંતરિય વિસ્તારમાં બાળકોને વિસ્તૃત માહિતી અને અપાઈ અને સાથે સાથે પોલીસ ફરિયાદ કઈ રીતે કરી શકાય, કયા કેસમાં કઈ કલમ લાગે છે. કાનૂની સત્તા મંડળ દ્વારા મફતમાં સેવા કઈ રીતે મેળવી શકાય, કોની પાસે જઈ શકાય છે, એ તમામ માર્ગદર્શન આજરોજ પૂરૂં પાડવામાં આવેલું હતું. જેમાં આપકા શિબિરમાં જીલ્લા કાનૂની સેવા સંસ્થા મંડળના સહાયકો અને સીમલીયા પ્રાથમિક શાળા આચાર્ય જ જૈમિનભાઈ શિક્ષક પ્રવીણભાઈ પારગી તમામ સ્ટાફગણ આજરોજ બાળકો સાથે રહીને વિશેષ માહિતી અપાવી હતી.