સંતરામપુર તાલુકાના શણબાર પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળા મતદાર જાગૃતિ અભિયાન યોજાયું

મહીસાગર,લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મહીસાગર જીલ્લામાં તા.7મી મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે જીલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.

આજરોજ સંતરામપુર તાલુકાના શણબાર પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળા અંતર્ગત મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત 7 મી મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા અને મતદાનના મહત્વ અંગે સમજણ આગામી લોકસભા- 2024માં મતદાન વધારવા અપીલ કરી હતી.