સંતરામપુર તાલુકાના નાનીરેલ ગામે 38 વર્ષીય યુવક અગમ્ય કારણોસર કૂવામાં પડી જતા મોત પોલીસે વધુ તપાસ હાથ ધરી

સંતરામપુર,મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ નાનીરેલ ગામે આજે એક પાણી વગરના અવાવરૂં કુવા માંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કૂવામાં યુવકની લાશ છે તેવી જાણ પોલીસે કરવામાં આવી હતી. જે બાદ સંતરામપુર પોલીસ ઘાટના સ્થળે પહોચી લાશને કુવા માંથી બહાર કાઢી હતી.

સંતરામપુર તાલુકાના નેશ ગામના રહેવાસી નરેશભાઈ પૂજાભાઈ ખાંટ કે જેઓની મૃતપાય હાલતમાં લાશ નાનીરેલ ગામે એક અવાવરૂં કુવા માંથી મળી આવી છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ કાર્યવાહી તપાસ હાથ ધરી છે. ત્યારે યુવકના મોત અંગેનું કારણ હજી અકબંધ છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નરેશભાઈ પુજાભાઈ ખાંટ મૂળ નિસ ગામના વતની હતા, પરંતુ તેના સાળાના લગ્નમાં નાનીરેલ આવેલા હતા. સવારે વહેલા લઘુ શંકા કરવા ગયેલા હતા તે સમયે આ ઘટના બની હતી. તેમના પરિવારોને આ ઘટનાની ખબર પડતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સંતરામપુર પોલીસે કૂવા માંથી લાશને બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને પોલીસ હજુ તપાસ હાથ ધરી છે. ખાલી કુવા માંથી લાશ મળી આવેલી હતી તે સમય દરમિયાનમાં મોબાઇલની ટોચ પણ બેટરી ચાલુ હતી. આવી ઘટનાને લઈને પરિવારોમાં ભારે આકરોષ જોવા પણ મળી આવેલો હતો અને આક્ષેપ કરવામાં આવેલો કે અને તેની દીકરી જણાવેલું કે મારા બાપાને કોઈએ મારી નાખ્યા છીએ અને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ તે પણ જણાવેલું હતું