સંતરામપુર તાલુકાના જાબ કણાવાડા નજીક એસટી બસ અને કાર સાથે અકસ્માત સર્જાયો

સંતરામપુર, બસમાં બેઠેલા મુસાફરનો આબાદ બચાવ થયો. સંતરામપુર નજીક આવેલા જબ કનાવાડા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. બસ અને કાર અકસ્માત સર્જાતા ફોરવીલર ગાડીના ફૂર્ચા બોલી ગયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુના ગ્રામજનો દોડી આવેલા હતા. બસના ડ્રાઇવર અને કારના ડ્રાઇવર બંનેનો ગંભીર ઇજાઓ અને બંનેના 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી.