સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામના રસ્તા બિસ્માર બનતા ટ્રક ફસાઈ : વાહન વ્યવહાર ઠપ્પ

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે રસ્તો તૂટી જવાના કારણે ટ્રક ફસાઈ વાહન વ્યવહાર ઠપ સર્મીથી ભાણા સીમળ સુધીનો ઘણા સમયથી રસ્તો બિસ્માર હોવાના કારણે ગ્રામજનો વારંવાર માર્ગ અને મકાન વિભાગમાં નવો રસ્તો બનાવવા માટે રજૂઆત પણ કરી હતી. આ રસ્તા પર ચોમાસા દરમિયાનમાં પસાર થવું પણ અઘરૂં બનતું હોય છે. વરસાદ પડતા જ ભાણા સુમલ ગામનો રસ્તો ખરાબ થઈ જવાના કારણે આજે એ ટ્રક ફસાઈ ગઈ હતી. જેના કારણે આજે દિવસ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ક્રેન દ્વારા ટ્રક ને બહાર કાઢવામાં આવેલી હતી. નવો રસ્તો બનાવવા માટે ગ્રામજનોની ઘણા સમયથી માંગણી છે, તેમ છતાંય આ રસ્તો બનાવવામાં આવતો નથી. આ જ રસ્તા ઉપર થી હાઈસ્કૂલ પ્રાથમિક શાળા આંગણવાડી પંચાયત ઘર મોટાભાગના લોકો અને કર્મચારીઓ રોજિંદા પસાર થતા હોય છે. આજે પરિસ્થિતિ વિસર્જાય છે. આ ગામની અંદર ફરતા વાહનો પણ બંધ થઈ ગયા છે. આ ગામની અંદર એક જ બસ આવતી હતી તે પણ બંધ થઈ ગઈ છે. ખાનગી વાહનોને સહારે વિદ્યાર્થીઓનું બાળકોનું આજે શિક્ષણમાં બગડો હતો. કોલેજમાં સ્કૂલમાં જવા વાળ વિદ્યાર્થીઓ આજે ખાનગી વાહનો બંધ થઈ જવાના કારણે ઘરે રહેવા મજબૂર બન્યા.