સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે કાચા મકાનમાં રહેતા ડામોર કાંતાબેન રામસિંગભાઈ સાંજના સમયે ઘરમાં બેસીને ચૂલા પાસે જમવાનું બનાવતા હતા. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહેલી છે અને વરસાદ પડી રહેલો હતો. તે સમયે દરમિયાનમાં મકાન પડી ગયું હતું. મકાન પડી જતા ડામોર કાંતાબેન જમવાનું બનાવતા બનાવતા તેમની ઉપર આખું મકાન પડતાં બૂમ બરડા કરી મુકેલા હતા. આજુબાજુના ગામના લોકો દોડી આવ્યા હતા ઘરની અંદર મહિલા દબાઈ ગયેલી તેને બધા ભેગા થઈને કાટમળ હટાવીને બહાર કાઢવામાં આવી મહિલાનો આબાદ બચાવ થયો હતો સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે આ મહિલા માળી ફળિયામાં રહેતા ડામોર કાંતાબેન રામસિંગભાઈ વિધવા મહિલા છે અને તેમનો એક જ પુત્રો છે પરંતુ આ વિધવા મહિલાને આજ દિન સુધી વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ પણ આપવામાં આવેલો જ ન હતો.
ગુજરાત સરકારના ચોપડે મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં વડાપ્રધાન આવાસ યોજનાના મોટા પ્રમાણમાં મકાનો બની ગયેલા બતાવતા હોય છે અને તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચી દેવામાં આવે છે, પરંતુ જો સંતરામપુર તાલુકાના મોટાભાગના અંતરે વિસ્તારમાં ગરીબ રેખા હેઠળ જીવતા જો જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તળ તપાસ કરવામાં આવે તો હજુ પણ ગરીબ લાભાર્થીઓને ગામડામાં વડાપ્રધાન આવાસ નો લાભ જ નથી મળી રહ્યો છું હજુ પણ મોટાભાગના ગામડાના લોકો ઝૂંપડા બાંધીને કાચા મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા હોય છે સરકાર મોટા મોટા વડાપ્રધાન આવાસ યોજનાની ફળગા ફૂકે છે કે અમે ઘરે ઘરે ગરીબોને ઘરનું ઘર આપ્યું છે, પરંતુ સંતરામપુર તાલુકાની હજુ પણ પરિસ્થિતિ જે છે એ જોવા મળી રહેલી છે.
જો ખરેખર ભાણા સીમલ ગામે આ વિધવા મહિલાની વડાપ્રધાન આવાસ યોજનાની લાભ આપ્યો હોય અને તેમને મકાન બનાવીને આપ્યું હોય તો અત્યારે આવા કાચા મકાનની અંદર મહિલાનો જીવ જોખમમાં ના મુકાયો હોય આજે ગામના લોકોના સહારે મહિલાને બહાર કાઢવામાં આવી અને તેનો જીવ બચાવવામાં આવેલો છે. આવા ગરીબ માણસોને વડાપ્રધાન આવાસનો લાભ મળી અને તેમને ન્યાય મળે એવા ખરેખર તે જરૂરી છે અને સંતરામપુર તાલુકામાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ તપાસનો વિષય બન્યો છે.