સંતરામપુર, સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ જાડા ધન બાજરાની વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવેલી હતી. જેમાં મધ્યાન ભોજનના રસોઇઓ દ્વારા આ આ સ્પર્ધા રાખવામાં આવેલી હતી. જેમાં 15 જેટલા રસોઈયો બાજરા માંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી હતી. બાજરાના રોટલા ભજીયા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને તૈયાર કરીને સ્ટોલ ઉભા કરવામાં આવેલા હતા. તેના સંતરામપુર મામલતદાર દ્વારા અને અન્ય અધિકારી દ્વારા એક, બે ને ત્રણ નંબર મેળવનાર પુરસ્કાર પર આપવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં મધ્યાહન ભોજનના સંચાલકો, અધિકારીઓ, મામલતદાર, ગ્રામજનો હાજર રહ્યા હતા.