સંતરામપુર, સંતરામપુર તાલુકાના આંજણવા ગામે પતિ અને સાસુ-સસરા પરણીતાની વારંવાર મેણા ટોણા મારતા હતા. તું અહીંયા કેમ આવી છે, એમ કહીને સતામણી કરતા હતા. બે થી ત્રણ વાર પરણીતાએ તેના માં-બાપને ફોન કરીને કહેતી કે મને અહીંયા થી લઈ જાઓ મને ઘણું હેરાન કરે છે. તેના ઘરના પરિવારો ઈકો ગાડી લઈને થોડા સમય અગાઉ લેવા પણ આવેલા હતા. પરંતુ સાસરીયે પક્ષના માણસોએ કહ્યું કે, હવે આવું નહીં થાય હેમખેમ રાખીશું તેમ કહીને પરણીતાને સાસરીમાં રહેવા દીધેલી હતી. પરંતુ ફરીથી ઘરના પરિવારો ભેગા મળીને શારીરિકાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતાં પરણીતાએ 16 તારીખના બપોરના રોજ આરસામાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ફોન કરીને પરણીતાના પરિવારને જણાવ્યું કે, તમારી દીકરી અહીંયા ગળે ફાંસો ખાધો તમે અહીંયા આવી જાઓ. તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ તે પહેલા અવસાન પામી ગયેલી હતી. આ અંગેની સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ પોલીસે ત્રણના વિરૂદ્ધ ગુનો દાખલ કરી દીધો હતો. હાર્દિક જયંતીભાઈ ભોઈ, સુમિતાબેન ભોઈ, જયંતીભાઈ ભોઈ ત્રણના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ હાથ ધરાઈ હતી.