સંતરામપુર,
ગુજરાત સરકારે ટેકાના ભાવની ડાંગરની ખરીદી રાજયભરમાં વિવિધ સ્થળોએ શરૂ કરી છે. જેમાં સંતરામપુરમાં તાલુકાના 230 ખેડુતો પાસેથી એફ.સી.આઈ. ગોડાઉનમાં છેલ્લા 24 દિવસમાં અત્યારસુધીમાં 34,481 કટ્ટા લેવાઈ ચુકયા છે. એટલે કે રૂ.3,17,64,432ની ડાંગરની ખરીદી ખેડુતો પાસેથી કરાઈ છે. ચાલુ વર્ષે પણ વરસાદ સારો વરસતા પાકો મળતા અને ભાવ પણ સારો મળતા આ વર્ષે ખેડુતો માટે સોેને પે સુહાગા સાબિત થયો છે. તાલુકામાં ડાંગરનો પાક વધુ થયો હોવાથી અને કટ્ટા મુકવાની જગ્યા ન હોવાના કારણે એફ.સી.આઈ.ગોડાઉનના બહારના ભાગે કટ્ટાઓની થપ્પીો જોવા મળી રહી છે. અને હજુ પણ ટેકાના ભાવથી ડાંગર આપવા માટે ખેડુતો આવી રહ્યા છે.