સંંતરામપુર તાલુકામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી શરૂ થવા છતાં ઓછા ભાવે બજારમાં ડાંંગર વેચાણની તપાસ જરૂરી

સંંતરામપુર, ગુજરાત સરકારના ટેકાના ભાવે ડાંગર ખરીદવાની શરૂ કરાઈ છે. સંતરામપુર તાલુકાના ગુજરાત સરકારના ટેકાના ભાવે ડાંગર ખરીદવા માટે સરકાર દ્વારા ખેડૂતને તેનો ભાવ સારો મળી રહે તેના હેતુથી ડાંગર ખરીદવાનું શરૂ કરવામાં આવેલું હતું. આ વખતે એક સંતરામપુર તાલુકાના ખેડૂતોએ 2194 ઓનલાઈન નોંધણી નોંધાવી છે. સંતરામપુર એફસીઆઇ ગોડાઉનમાં ખેડૂતોએ ડાંગર આપવાનું પણ કામગીરી ચાલુ કરી દીધેલી હતી, ત્યારે 3672 કટ્ટા ચાર જ દિવસમાં ડાંગર આવી ગયેલી જોવા મળેલી છે. 128 ટન ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર આપી હતી. શરૂઆતના ચાર જ દિવસમાં જ ડાંગર આપવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી છે, પરંતુ ગત વર્ષે સંતરામપુર તાલુકામાં જેટલી ખેડૂતો પાસે ડાંગરનો પાક ન હતો. તેના કરતાં વધુ ડાંગર જોવા મળી આવેલી હતી. સરકાર દ્વારા નાના ખેડૂતોને પાક સારો મળી રહે સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ખેડૂતો અને વેપારીઓને ડાંગર સાથે આપીને લાભ લેતા હોય છે 436 ભાવ છે. ત્યારે બજારમાં માર્કેટમાં 300 રૂપિયા ભાવ રહેતો હોય છે. નાના ખેડૂતો ન્યાય મળી રહે તેવા હેતુથી ડાંગર આપતી વગેરે તંત્ર દ્વારા સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે તે પણ જરૂરી છે.