સંતરામપુર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર પાન મસાલાની દુકાનમાં ચેકીંગ કરી માર્ગદર્શન આપ્યું

સંંતરામપુર,તારીખ 24-01-2024ના રોજ જીલ્લાકક્ષાનું સંતરામપુર તાલુકા ખાતે Tobacco Task Force Drive કરવામાં આવી. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર સંતરામપુર, ડિસ્ટ્રીક્ટ ડેટા મેનેજર, તાલુકા સુપરવાઇઝર, પોલીસ ઈન્સ્પેક્ટર અને ટીમ સાથે મળી તમાકું નિયંત્રણ હેઠળ ગામમાં ફરી પાન મસાલાની દુકાનમાં ચેકિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને તમાકુંની કોઈ પણ પ્રોડક્ટ વહેંચવી દંડનીય ગુનો છે. તેના સ્ટીકર લગાવવામાં આવ્યા અને COTPA એકટ વિષે જનજાગૃતિ કરવામાં આવી.