સંતરામપુર તાલુકામાં એમ.જી.વી.સી.એલ.ના ચેકિંગ દરમિયાન 44 કનેકશનોમાં 6.10 લાખની ચોરી પકડાઈ

લુણાવાડા, મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટર કચેરીના વીજીલન્સ વિભાગના નેજા હેઠળ વીજ ચોરી કરતા વીજ ગ્રાહકોને ઝડપી પાડવા માટે મહિસાગર જિલ્લા એમ.જી.વી.સી.એલ.ના વીજીલન્સ વિભાગ દ્વારા સંતરામપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતુ.

મહિસાગર જિલ્લા એમ.જી.વી.સી.એલ.ના વીજીલન્સ વિભાગ દ્વારા સંતરામપુર તાલુકામાં કુલ 14 અધિકારીઓની ટીમ બનાવી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં 319 વીજ કનેકશન ચેક કરતા 44 વીજ કનેકશનોમાં ગેરરિતી માલુમ પડેલ અને રૂ.6.10 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે તે સમયે પુરતો વીજ પુરવઠો મળી રહે અને વીજ લોસ ધટાડવા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. આગામી સમયમાં પણ આ વીજ ચેકિંગ ઝુંબેશ કાર્યરત રહેશે અને વીજ ચોરી કરી ગેરરિતી આચરતા શખ્સો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.