સંતરામપુર, સંતરામપુર તાલુકામાં ડાગરનો પાક પૂર્ણ થતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ થ્રેસર દ્વારા ડાંગર કાપવાની પુરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. ગુજરાત સરકારના ટેકાના ભાવે ડાંગર આપવા માટે અત્યારથી ખેડૂતો પોતાની ડાંગરને તૈયાર કરવા માટે કામગીરીમાં જોતરાયેલા જોવા મળી આવેલા છે. જેમાં સંતરામપુર તાલુકાના મોટાભાગના ખેડૂતોને વરસાદ સારો હોવાના કારણે ડાંગરના પાકમાં સૌથી વધારે ઉતારો જોવા મળી આવેલો છે. ગત વર્ષ કરતી આ વખતે ડાંગર 10 થી 20 ટકા પાકમાં વધારો જોવાય રહેલો છે. તાલુકાના શેર બાબરોલ યિા વિવિધ ગામોમાં ડાંગર છૂટી પડવાનું કામગીરી હાથ જોવા મળેલી છે.