સંતરામપુર તાલુકામાં કાચું મકાન પડતા બાળકીનું કાટમાળમાં દટાઈ જતા મોત નિપજતા રાજ્યના શિક્ષણ મંત્રી પરિવારને સત્વના પાઠવવા ઘટના સ્થળે પહોચ્યા

સંતરામપુર તાલુકામાં કાચું મકાન ધરાસાઈ થતા આશાસ્પદ બાળકીનું કાટમાળમાં દબાઈ જતા મોત નિપજ્યું હતું. આ કરૂણ બનાવ બનતા જ રાજ્યના શિક્ષણ મંત્રી અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડિંડોર ગામડી ગામ ખાતે પહોંચ્યા હતા. અને મૃતક બાળકીના પરિવારોજનોને મળી અને સાત્વના પાઠવી હતી.

મહીસાગર જીલ્લામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ઠીક ઠેકાણે કાચા મકાનો ધરાશાય થયા છે. તો કેટલીક જગ્યાએ દીવાલો ધરાસાઈ થઈ છે. જેમાં માનવ મૃત્યુ પણ થયા છે. ત્યારે સંતરામપુર તાલુકાના ગામડી ગામે ડામોર ફળિયામાં આવી જ ઘટના બની હતી. જ્યાં એક કાચું મકાન ધરાસાઈ થતાં ઘરમાં રહેલ બાળકી ઉપર મકાનનો કાટમાળ પડતા તે દટાઈ ગઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બનાવ બનતા રાજ્યના શિક્ષણમંત્રી અને વિસ્તારના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડીંડોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનોને મળી આ દુ:ખદ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે સંતરામપુરના અધિકારીઓને પણ આ બનાવ અંગે યોગ્ય વળતર ચૂકવી અને આવાસ મંજૂર કરી આપવા માટે વાત કરી હતી.