સંતરામપુર તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્રારા સંતરામપુર તાલુકાના ચિતાવા પગાર કેન્દ્રની ક્યારીયા પ્રાથમિક શાળાના આ.શિ. કનૈયાલાલ મોચીને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો.

5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનાં કાયેક્રમમાં શિક્ષકદિન નિમિત્તે આ પારિતોષિક રાજસ્થાનની સરહદે કડાણા ડેમને અડીને આવેલા ઊંડાણના વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા બદલ ટ્રોફી, શાલ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યુ હતુ. શિક્ષકે સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓનો વિશ્વાસ, પ્રેમ અને મન જીતીને બાળકોને પોતાના કરવા પડે છે. ત્યારે ખરા અર્થમાં શિક્ષણ આપવાનું કાર્ય કરે છે એમ કહેવાય. બાળકની જરૂરિયાતને ધ્યાને લઈને બાળકની પસંદગી, રુચિ અને કેવી રીતે ભણવું ગમે અને બાળક જેવું થઈને શિક્ષણ આપતા આ શિક્ષકને સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક આપીને નવાજવામાં આવ્યા હતા.

બાળકોનાં શૈક્ષણિક વિકાસ કરવાનો મૂળ મંત્ર ધરાવતા કનૈયાલાલનો ધ્યેય “શાળા એ જ મારું મંદિર અને શિક્ષણ એ જ સેવા” અને વર્ગખંડના બાળકો એ જ મારા દેવ જાણી શિક્ષણ કાર્ય કરતા શિક્ષકની સરકારશ્રીએ કદર કરેલ છે. બાળકોનો વિકાસ એ જ આ શિક્ષકનો જીવન મંત્ર રહ્યો છે. કરવું તો શ્રેષ્ઠ જ કરવું, અને કર્મ કરતા જવું ફળની અપેક્ષા જ ન રાખવી એ જ આશાથી કનૈયાલાલ છેલ્લા 24 વર્ષથી અવિરત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે.

વર્ગખંડના બાળકોનો સતત સર્વાંગી વિકાસ શૈક્ષણિક વિકાસ તે હેતુથી જ બાળકોને સતત જ્ઞાન પીરસતા અને બાળકોની સુષુપ્ત શક્તિ બહાર લાવવાનું કામ કરી રહ્યા છે .બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેના પર ધ્યાન રાખી સતત કર્મયોગ કરી રહેલા શિક્ષકને 2024 ના તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જિલ્લા વિકાસ અધિકારી મહીસાગર, કલેકટર મહીસાગર, જિલ્લા પંચાયત પ્રમુખ મહીસાગર, ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર ની પ્રેરક ઉપસ્થિતિમાં આપવામાં આવેલ છે. પારિતોષિક મળવા બાળક શાળા પરિવાર, એસ.એમ.સી, ગ્રામજનો અને સમગ્ર મોચી સમાજે પણ આનંદની લાગણી વ્યક્ત કરેલ છે.