સંતરામપુર, સંતરામપુર તાલુકા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચૂંટણીમાં અચાનક ઓર્ડર કરતા આશરે 300 જેટલા કર્મચારીઓ મતદાનથી વંચિત રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા 286 બુથ ઉપર મતદાન કરવા માટે અલગ અલગ વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. જ્યારે સંતરામપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓની મતદાનના આગલા દિવસે સાંજના સમયે જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ચૂંટણી કામગીરીની અચાનક ઓર્ડર કરી દેતા આશરે 300 જેટલા કર્મચારીઓને લોકસભાનું ચૂંટણીનું મતદાન કરવું કરી શક્યા નહીં એને મતદાનથી વંચિત રાખવામાં આવેલ હતા. જો એક દિવસ પહેલા ઓર્ડર કરવામાં આવ્યું હોત પોસ્ટર ઓર્ડરથી પણ આ કર્મચારીઓ મતદાન કરી શકતા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના અનેક પ્રયાસો કરી રહેલા છે અને છેલ્લા એક મહિનાથી મતદાન જાગૃતિ માટે ઠેર ઠેર ગામડે ગામડે સૌથી વધારે મતદાન થાય તેના પ્રયત્નો પણ કરી રહેલા હતા. પરંતુ કર્મચારીઓ જ આ વખતે મતદાનથી વંચિત રહી ગયેલા હતા આરોગ્ય વિભાગના ફરજ બજાવતા કર્મચારી એમપીએસડબલ્યુ, એફ.એસ.ડબલ્યુ., આશા વર્કર વિવિધ પોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓનો ઓર્ડર કરી દેતા આ વખતે મતદાનથી વંચિત રહ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. સંતરામપુર તાલુકામાં મૂક્યા પછી પણ પરંતુ બુથ પ્રમાણે તેમનો વિસ્તાર ના હોવાના કારણે મતદાન કરી શક્યા જ નહીં તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી.