સંતરામપુર તાલુકાના નાનીકયાર ધટલાઈ વર્ગ પ્રા.શાળા જર્જરીત હાલતમાં ભય ભર્યો અભ્યાસ કરતાં બાળકો

જીવના જોખમે શિક્ષણ મેળવતા બાળકો ક્યારે બનશે. નવી પ્રાથમિક શાળા ગ્રામજનો અને વાલીઓ પૂછી રહ્યા છે. સંત સંતરામપુર તાલુકાના નાનીકયાર ઘટ લાઈ વર્ગ પ્રાથમિક શાળામાં 135 બાળકો ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે. જેમાં પ્રાથમિક શાળાના છતના પોપડાઓ અને સળિયાઓ જોવા મળી આવેલા છે. બીમ અને ધાબુ પડે તેવી પરિસ્થિતિ છે તેમ છતાં બાળકો ઓરડા ન હોવાના કારણે આવા જોખમી ઓરડામાં પણ અભ્યાસ અને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા હતા. ગમે ત્યારે પણ ઓરડાનો ધાબુ પડી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.

અગાઉના પાંચ વર્ષ પહેલા આચાર્યએ નવા ઓરડાની માંગણી કરેલી હતી અને ડીમોનેશન માટેની પણ વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાંય પરંતુ આજની સુધી મંજૂર કરવામાં આવેલા ન હતા. જ્યારે 2023માં ત્રણ ઓરડાની શિક્ષણ અધિકારીને અગાઉ પણ ડીમોનેશનની મંજૂરી માંગેલી હતી,પરંતુ આજે સુધી આપવામાં આવેલી ન હતી. નવા ઓરડા બનાવવા માટે વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે, તેમ છતાં જીલ્લા શિક્ષણ અધિકારી અને સરકારી તંત્ર દ્વારા સંતરામપુર તાલુકાના અંતરિય વિસ્તારમાં ગામડાના ગરીબ બાળકોને સારી પ્રાથમિક શાળાની સુવિધા મળતી જ નથી.

ગામડાની પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને બાળકો મજૂરી વર્ગના ગુજરાન ચલાવીને બાળકોને શિક્ષણ મેળવવા માટે શાળામાં મોકલતા હોય છે, પરંતુ આવી પ્રાથમિક શાળામાં શાળાની અંદર ગમે ત્યારે પણ જર્જરી હાલત માંથી અને પડે તેવી શક્યતા જોવા મળી આવેલી છે. ચોમાસા દરમિયાનમાં આ પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા દેવાથી અને રજા આપી દેવામાં આવે છે. કારણ કે બેસવા માટે આ પ્રાથમિક શાળામાં એક જ રૂમ છે.

જેમાં એક સાથે બધા બાળકોને બેસાડી શકતા પણ નથી તેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. કેટલીકવાર તો ગામના એક મકાનમાં ઓરડો પણ આપવો પડતો હોય છે. આવી ગંભીર બાબત તેમ છતાંય સરકારી તંત્રનું જરાય પેટનું પાણી હાલતું નથી તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. સ્થાનિક ગામના વાલીઓએ જણાવેલું કે ટૂંક સમયમાં અમારા ગામની અંદર નવી શાળા બનાવવામાં નહીં આવે તો અમે બાળકોને શાળામાં મોકલીશું પણ નહીં તેવું પણ ચર્ચા રહેલું હતું.