સંતરામપુર,
સંતરામપુર સુખી નદીની બાજુમાં કરિયાણાની દુકાનમાં બીજી વખત ચોરી વીઆઈપી ચોર સુકોમેવો રોકડા રકમ અને મોબાઈલ ચોરી ગયા. સંતરામપુરના સુખી નદીની બ્રિજની બાજુમાં કરિયાણાની દુકાને આવેલી છે. આ દુકાનમાં વર્ષમાં બીજી વખત ચોરી થઈ દુકાનની ઉપર ચડીને બાખલું પાડી દુકાનમાં પ્રવેશ કરીને ચોરે સૂકો મેવો, કાજુ,બદામ, દ્રાક્ષ, બરણીયો ખાલી કરીને લઈને જતા રહ્યા. રોકડા રકમ અને મોબાઈલ પણ સાથે લઈ ગયા. સવારે દુકાનના માલિક આવીને દુકાન ખોલીને જોયું તો દુકાનની અંદર પોલું પડેલું હતું અને અંદર મુકેલો સામાન વિખરાયેલો હતો. આ ઘટના બનતા જ દુકાન માલિકે તાત્કાલિક પોલીસને જાણકારી પરંતુ મળતી માહિતી મુજબ આવી ચોરી જાણ ભેદો હોવાનું જાણવા મળી રહ્યો છે, એ સ્થળ ઉપર બીજી વખત બાખલુ પાડીને ચોરી કરી હતી. બાર વાગ્યા સુધી આ રોડ ઉપર સતત અવરજવર રહેતો હોય છે. મોટી સંખ્યામાં આ રોડ ઉપરથી ચાલવા જવા માટે સતત અવરજવર રહેતો હોય છે. તેમ છતાં આવા વિસ્તારોમાં પણ ચોરીના બનાવ બનતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ તંત્ર અને સઘન પેટ્રોલિંગ ન થવાના કારણે અનેક સવાલો ઊભા થયેલા છે. પોલીસ વિભાગ દ્વારા ચોરીની ઘટના અટકાવવામાં આવે અને વારંવાર ચોરીના બનાવો બનતા અટકે લોક માંગ ઉભી થયેલી છે. ચોરે પહેલી વખત દુકાનમાં ચોરી કરી તો નાનું બાફેલું પડેલું જ્યારે બીજી વખત ચોરી કરીએ તો મોટું બાખલું પડેલું જોવા મળી રહ્યું છે.