સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં રાહતદરે હ્વદય રોગ કેમ્પ યોજયો

સંતરામપુર, સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં રાહત દરે હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં દર્દીઓ તેનો લાભ લીધોે. આજે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં અંતર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે હૃદય રોગની સારવાર મળી રહે તેના હેતુથી હૃદય રોગના નિષ્ણતા ડોક્ટર દિલીપ અગ્રવાલ સહીતમની ટીમોએ આજે કેમ્પ યોજીને દર્દીઓની સારવાર કરી હતી. જેમાં ડીએમ કાર્ડીઓલોજી ડોક્ટર દ્વારા તપાસ અને માર્ગદર્શન અપાયો. એ.સી.જી.તપાસ, ઇકો બ્લડપ્રેશર, આરબીએસ તમામ રોગોની તપાસ કરીને ન જેવી રકમમાં સારવાર કરેલી હતી અને તપાસ કરી હતી. જ્યાં આ બધી રોગોની તપાસવી 2500 થાય તેના બદલે માત્ર 150 રૂપિયામાં ટોકન પેટે ડોક્ટરે ઘર આંગળી સ્ટેટ હોસ્પિટલમાં લાભાર્થીઓને લાભ આપેલો હતો. મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેના લાભ પણ લીધો હતો.