સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ કાઢવા માટે ઓફિસ બંધ રહેતા અરજદાર ના ધરમ ધક્કા ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને દસ લાખ સુધીનો આયુષ્માન કાર્ડ માટેની જાહેરાત કરવામાં આવેલી હતી. સંતરામપુર તાલુકાના અને નગરના મોટાભાગના લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં જતા હોય છે, પરંતુ ત્યાંના ઓપરેટર અનિયમિત ના કારણે અને બંધ રહેવાના કારણે કામગીરી થતી નથી નિયમ મુજબ જાહેર રજા સિવાય સવારે 10 થી પાંચ કલાક સુધી આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ઓપરેટરની નિમણૂક કરી લેજે અને સમયસર અને રેગ્યુલર બેસવાની તેની જવાબદારી હોય છે.
ગમે ત્યારે પણ અરજદાર કાર્ડ કઢાવવા જાય ત્યારે બંધ હોય અને ગેરહાજરીઓ જોવા મળી આવેલી હોય છે. ફોન દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે તો હું બહાર ગયેલો છું, તમે બેસો હું આવું છું, તેઓ જવાબ મળતો હોય છે. બીજી બાજુ સરકાર આયુષ્માન કાર્ડનો લક્ષ્યાંક પૂરૂં કરવા માટેના સતત પ્રયત્ન કરતા હોય છે. જ્યારે બીજી બાજુ ઓપરેટરની બેદરકારી અને ગેરહાજરીના કારણે કેટલાક લાભાર્થીઓના હજુ પણ આયુષ્માન કાર્ડ થી વંચિત રહેલા છે. ગુજરાત સરકારનું યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ કોમ્પ્યુટર ઓપરેટર રેગ્યુલર બેસે અને અમારૂં કામગીરી થાય તેવા લાભાર્થીઓની માંગ પણ ઊભી થયેલી છે.