સંતરામપુર એસ.ટી.ડેપોમાં સીસી ટીવી કેમેરા ન હોવાથી મુસાફરો જાળવાતી નથી

સંતરામપુર,સરકારી તંત્ર વેપારી અને સંસ્થાઓને સીસીટી કેમેરા લગાવવાની સલાહ આપે છે પરંતુ એસટી બસ ડેપોમાં જ બે વર્ષથી સીસીટી કેમેરા જ નથી 2021 માં સંતરામપુર એસટી બસ ડેપો નો સાડા ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલું હતું મુખ્યમંત્રીના વરદ હસ્તે એ લોકાર્પણ કરવામાં આવેલું હતું સંતરામપુર એસટી બસ સ્ટેશન અને મુસાફરો સલામતી જોવાતી નથી એસટી બસ ડેપોમાં બે વર્ષથી સીસીટીવી કેમેરા ના લગાવવાના કારણે અસામાજીક તત્વોના ગુનાઓ કરવામાં મોકલો મેદાન મળ્યું હતું હોય છે બે જ વર્ષમાં એસટી બસ ડેપોમાં પાંચથી છ વખત કિસ્સાપત્રોનો બનાવ બન્યો છે પરંતુ સીસીટીવીના કેમેરાના અભાવે પોલીસને ગુનેગારોને પકડવો મુશ્કેલી બનતી હોય છે સંતરામપુર એસટી બસ ડેપોમાં 4:30 કરોડના ખર્ચે બનાવેલો એસટી બસ ડેપોમાં દરેક પ્રકારની સામગ્રી અને મુસાફરોની સલામતી માટે અનેક સવાલો ઉભા થતા હોય છે સીસીટીવી કેમેરા એવું હોય છે કે તેને કોઈપણ જગ્યાએ નવી સંસ્થા કે કે નવી દુકાને ચાલુ કરતા પહેલા પહેલાથી તેનું આયોજન કરવામાં આવતું હોય છે આ એસટી બસ ડેપોમાં સવાર સાંજ દિવસ પર મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે અને આવા જગ્યા ઉપર સીસીટી કેમેરા ફરજીયાત હોવા જોઈએ તેના બદલે ગુજરાત એસટી નિગમ છેલ્લા બે વર્ષથી આ એસટી બસ સ્ટેશનને સીસીટી કેમેરાથી વંચિત રાખેલા છે જો સીસીટીવી કેમેરા લગાવેલા હોય તો એસટી બસ ડેપોમાં ઘટના બને તો સીસીટીવીના કેમેરા ની મદદથી પોલીસને મદદ મળી શકે છે મોટી સંખ્યામાં આઉટ ડેપોની બસો વધારે આવતી હોય છે અને મોટી સંખ્યામાં સીસીટી કેમેરા ના અભાવે એસટી ડેપોના ડ્રાઇવર કંડકટર પણ તેનાથી છટકબારી રાખતા હોય છે ઘણીવાર મુસાફરો બસમાં બેસવા માટે હાથ ઊંચો કરે તોય બસ ડેપો ની બહાર નીકળી જતા હોય છે આવી બધી નાની-મોટી સમસ્યા પણ જોવા મળી આવેલી છે મુસાફર કયા બે રજૂઆત કરી શકે? જો સીસીટી કેમેરા લગાવ્યા હોય જ કોઈપણ વ્યક્તિ ગમે તેવો પ્રવૃતિ કરે તો તે જોઈ શકાય જેથી કરીને એસટી બસ સ્ટેશન માટે અને મુસાફરો માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો તેમની સલામતી વધી શકે છે ગુજરાત રાજ્યના એસટી નિગમના અધિકારીઓએ આ બાબતે ગંભીતાપૂર્વક નોંધ લેવી જોઈએ.