સંતરામપુર એસ.ટી.બસ સ્ટેન્ડમાં પાણીની પરબ પાસે અજાણી વ્યકિતને ખેંચ આવતા મોત

સંતરામપુર, સંતરામપુર એસ.ટી.બસ સ્ટેન્ડ ઉપર એક અજાણ્યો પુરૂષ પાણીની પરબ ઉપર પાણી પીવા જતાં અચાનક ખેંચ આવતા બેભાન થઈ ગયો હતો. જે બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

સંતરામપુર એસ.ટી.બસ સ્ટેન્ડ પર એક અજાણ્યો પુરૂષ(ઉ.વ.36)સંતરામપુર એસ.ટી.સ્ટેન્ડના પ્લેટફોર્મ નં.-1 ઉપર આવેલ પાણીની પરબ પાસે પાણી પીવા જતા અચાનક ખેંચ આવતા બેભાન થઈ ગયો હતો. સંતરામપુર ડેપોના ફરજ પરના એ.ટી.આઈ.હિેતેન્દ્રસિંહ મકનસિંહ પુવારે 108નો સંપર્ક કરી અજાણી વ્યકિતને વધુ સારવાર માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અજાણી વ્યકિતનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જેની જાણ સરકારી હોસ્પિટલ સંતરામપુર દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે કરતા સંતરામપુર પોલીસે આ બનાવમાં અકસ્માત મોત અન્વયુ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પી.એમ.કરાવી તેના વાલી વારસોની તપાસ અંગે મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખી છે. મૃતક ઈસમે શરીરે ભુખરા કલરનુ ડીઝાઈનવાળુ આખી બાંયનુ શર્ટ તથા કમરે કાળા કલરનો પેન્ટ પહેરેલ છે.