સંતરામપુર સત્ય પ્રકાશ સોસાયટીમાં રસ્તાના સળિયા બહાર નીકળી જતા બાળકીના મોઢામાં ભરાયો ઇજા થતા સારવાર કરવામાં આવી

સંતરામપુર,સંતરામપુર નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં નગરના વિવિધ રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ હજુ પણ સંતરામપુર નગરવાસીઓને સારા રસ્તાની સુવિધા ના જ મળી. સંતરામપુર નગરના સત્ય પ્રકાશ સોસાયટીમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલો રસ્તો સળિયા બહાર નીકળી જવાના કારણે અવરજવર કરતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. આજે આજ રસ્તા પરથી પસાર થતા બાળકીને સળીયો વાગી જતા મોઢામાં બીજા પહોંચી હતી. યુનિયન બેન્ક પાસે મોટી સંખ્યામાં બેંકના કામકાજ માટે આવતા લોકો આ જ રસ્તાનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે, પરંતુ પાલિકા દ્વારા રસ્તો બનાવવામાં આળસ જોવા મળી રહી છે. જાગૃત નાગરિક દ્વારા વારંવાર હજુ વાત કરવા છતાં આ રસ્તાને કામગીરી પૂર્ણ કરવામાં જ આવેલ ન હતી. જ્યારે બીજી બાજુ આ રસ્તાના સળિયા બહાર નીકળી જતા ને વાગેલા તે માટે રસ્તા ઉપરના સળિયાઓ સ્થાનિક લોકો જાતે તોડીને સાઈડ પર મૂકી દીધા હતા. પરંતુ નગરપાલિકા આ રસ્તોની કામગીરી કરવામાં ક્યારે જાગશે તે અનેક સવાલો ચર્ચા કરેલા છે. જ્યારે બીજી બાજુ સંતરામપુર પાલિકાએ રસ્તાઓ પાછળ કરોડ રૂપિયા પણ હજુ સુધી સંતરામપુર નગરના સારા રસ્તા તો બન્યા જ નથી એક થી બે વર્ષમાં તમામ રસ્તાઓ તૂટી ગયેલા જોવા મળી આવેલા છે. જ્યારે કેટલીક જગ્યાએ નવા રસ્તા બનાવેલા ત્રણથી ચાર જ મહિનાની અંદર તેની કાકરી અને રોડ ઉપર સિમેન્ટ ઉડતો જોવા મળી આવેલો છે. ગુણવત્તા વગરની કામગીરી હોવાના કારણે સરકારે કરોડ રૂપિયા ખર્ચ્યા પણ કામગીરીમાં ગુણવત્તા વગરની જોવા મળી આવેલી છે. જો ખરેખર દ્વારા સંતરામપુર નગરના બનાવવામાં આવેલા રસ્તાની ચકાસણીને એની તપાસ સુધી કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. ગુજરાત સરકારના કરોડ રૂપિયા ફાળવેલા પાણીમાં જ ગયા. જ્યારે સ્થાનિક રહીશ દિપેશભાઈ પ્રજાપતિ જણાવેલું કે સંતરામપુર નગરમાં પાંચ વર્ષમાં એક જ કોન્ટ્રાક્ટરને કામ આપી અને કામગીરીમાં ગુણવત્તા જોડવાથી નથી અને મધમાખીની પણ ચોટીલા કોન્ટ્રાક્ટરની તેની તપાસ પણ થવી જોઈએ.