સંતરામપુર, સંતરામપુર નગરપાલિકા દ્વારા મોટી પ્રમાણમાં રકમ ખર્ચ કરીને અલગ અલગ વિસ્તારમાં સૂકો અને ભીનો કચરો નાખવા માટે કચરાપેટી ફીટીંગ કરવામાં આવેલી હતી. પરંતુ કેટલાક અસામાજીક તત્વોના કારણે આ કચરાપેટીઓ ભંગાર અવસ્થામાં જોવા મળેલી છે અને તેને ઉખેડીને ખોળામાં નાખી દેવાની જોવા મળી આવેલી છે. જ્યારે બીજી બાજુ કચરા પેટી મૂક્યા પછી પાલિકા દ્વારા મેન્ટેનન્સ ન થવાના કારણે પણ આવી પરિસ્થિતિ જોવાયેલી છે. પાલિકા દ્વારા કચરાપેટી મૂકવામાં આવે છે, પરંતુ ત્યાંથી ખાલી કરવામાં આવતી નથી. આના કારણે ઘણીવાર તો આ કચરાપેટી કચરો ભરી હોવાના કારણે નીચેના તળિયા પણ ચુસાઈને ખલાસ પણ થઈ જતા હોય છે અને કેટલાક અસામાજીક તત્વો આવી રીતે ફીટીંગ કરેલું કચરાપેટીઓને ઉખાડીને લઈ જવાનો પ્રયાસ કરતા હોય છે.