
સંતરામપુર,સંતરામપુર નગરમાં રખડતા પશુઓ તોફાની બનતા રહીશોમાં ભય વધ્યો ગુજરાત સરકારનો પરિપત્ર અને નગરપાલિકાનું જાહેરનામું રખડતા પશુઓ માલિકો પર કોઈ અસર નહીં પરંતુ આ રખડતો પશુઓ છેલ્લા બે દિવસમાં વધારે તોફાની બનતા સોસાયટી વિસ્તારમાં રહીશોને નુકસાન પહોંચાડવાનું વધારે જોવા મળી આવેલું છે સરદાર નગર સોસાયટીમાં નારણ નગર સોસાયટીમાં મંગલ જ્યોત અમરદીપ અને જાહેર માર્ગો પર મોટાભાગના વાહનો પાર્કિંગ કરેલા જ્યારે રખડતા પશુઓ તોફાની બને છે વાહનોને નુકસાન કરે છે શનિવારના રોજ સાંજે રખડતા પશુઓ તોફાની બનતા એક બાઈક ચાલકને શિંગડું મારીને ઉછાળીએ ફેંકી મૂક્યો હતો તે સમય દરમિયાનમાં લોકો દોડી આવતા બાઇક ચાલક અને નાના છોકરાનો પણ આભાર બચાવ થયેલો હતો આવી ભયંકર ઘટનાઓ બને છે તેમ છતાં પાલિકા તંત્ર જાહેરનામું બહાર પાડીને તેમની કામગીરી પૂર્ણ સમજે છે પરંતુ દિન પ્રતિદિન રખડતા પશુઓને કારણે સોસાયટી વિસ્તારના રહીશોની અને નગરજનો માટે જોખમકારક ઊભું થયેલું છે રખડતા પશુઓ માલિકો ઉપર અને રખડતા પશુઓ પર ક્યારે લગામ લાવશે નગરમાં ચર્ચાનું વાયું એક પકડો છે.