સંતરામપુર પૂર્વ અને પશ્ચિમ રેન્જ દ્વારા ડ્રોન મશીનથી ડુંગરો ઉપર બીજનું વાવેતર કરતાં જંગલો હરીયાળા બનાવવા લક્ષ્યાંકને પૂર્ણ કરવા તરફ

મહીસાગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવેલ સંતરામપુર પૂર્વ અને સંતરામપુર પશ્ચિમ રેન્જમાં આજરોજ ઊંચા ડુંગર વિસ્તાર કે જ્યાં માનવ દ્વારા વાવેતર શક્ય ન હોય તેવી ઊંચી ટેકરીઓ ઉપર આધુનિક સંસાધન ડ્રોન મશીન દ્વારા બીજ વાવેતર તથા બીજના સિડબોલ બનાવી ડ્રોન દ્વારા વાવેતર કરવામાં આવેલ હોય જે વાવેતરમાં જુદા જુદા પ્રકારના બીજ વાવેતર જેમ કે ખાખરા, ખેર, દેશી બાવળ, આવળ, સીતાફળ, ગરમાડો જેવી ડુંગર વિસ્તારની પ્રજાતિનુ વાવેતર કરવામાં આવેલ હોય જેથી બોડા ડુંગરની ટેકરીઓ હરિયાળી ભૂમિમાં પરિણમી શકે તે માટે સંતરામપુર પૂર્વ રેંજમા આવેલ ખેડાપા, માનગઢની ડુંગરની ટેકરીઓ, ભાણાસીમલ તથા પાદેડી અડોર સંતરામપુર પૂર્વ રેન્જની ટીભરવાની ટેકરીઓમાં બીજ વાવેતર કરવામાં આવેલ હતું.

જ્યાં માણસો ઊંચા ડુંગર વિસ્તારમાં જઈ શકતા નથી એવા જંગલ વિસ્તારમાં 150 થી 200 કિલો આશરે બીજનું વાવેતર કરવામાં આવતું હોય છે. ચોમાસા દરમિયાનમાં ઊંચા ડુંગરીઓ ઉપર બીજનું વાવેતર કરતાં વરસાદ પડતા અને માટી ઉપર ચઢી જ વૃક્ષનું ઉછેર થતો હોય છે. આવી રીતે બીજનો વાવેતર કરવાથી હજારોની સંખ્યામાં પણ ચોમાસા દરમિયાનમાં વૃક્ષોનું ઉછેર પણ ઓછા સમયમાં થઈ જતો હોય છે અને તેનાથી જંગલ વિસ્તારમાં પણ હરિયાળનું હરૂ ભરો જોવા મળી આવતું હોય છે. ડ્રોન કેમેરાની આધુનિક ટેકનિકથી ઓછા સમયમાં બીજનું વાવેતર કરીને નોર્મલ વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં વૃક્ષો ઉછેરવાનું લક્ષ્યાંક પણ પૂર્ણ થતું હોય છે. સૌથી વધારે સંતરામપુર તાલુકાના જંગલો વિસ્તારમાં બીજનું વાવેતર કરવામાં આવી રહેલ અલગ અલગ જાતના પ્રકારના બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.