સંતરામપુર પ્રતાપપુરા વિસ્તારમાં આવેલી પ્રાચીન વખતની વાવ અસ્તિત્વમાં માંથી ગાયબ

સંતરામપુર, વર્ષો જૂની પ્રતાપપુરા વિસ્તારમાં આવેલી પ્રાચીન વખતની વાવ જુના જમાનામાં લોકો તેને પીવાના પાણી માટે ઉપયોગ કરતા હતા. અત્યારે પણ આ વાવની અંદર મોટાભાગનું પાણી અત્યારે પણ ભરાયેલું છે, પરંતુ જાળવણીના અભાવે તેનો ધ્યાન ન આપવાના કારણે અત્યારે આ વાવની અંદર મોટાભાગના લોકો આજુબાજુના તેમાં કચરો ઠાલવીને ઉકરડો બનાવી મુકેલો છે. અહીંયા રાજા રજવાડા વખતે સેનાઓ ઘોડાઓને પાણી પીવડાવવા માટે અહીંયા લઈને આવતા હતા. એ જમાનામાં આ વાવની અંદર મોટી સંખ્યામાં લોકો પાણીનો ઉપયોગ પણ કરી રહેલા હતા. આવી પ્રાચીન વખતની વાવને અત્યારે સંતરામપુર માંથી તેનું અસ્તિત્વ અને તેનું નામ જ ગાયબ થઈ ગયું છે. હવે આ વાવની જગ્યાએ ઉકરડો સાબિત થઈ રહ્યું છે. આ વાવને સફાઈ કરવામાં આવે હજુ પણ લોકો માટે અને પ્રાણીઓ માટે અને આપત્તિમાં સમયમાં પાણી માટે તેને ઉપયોગ કરી શકાય અને પ્રાચીન વખતે વાવ તેની યાદ જળવાઈ રહે તે માટે તેને ખુલ્લી કરવામાં આવે અને સફાઈ કરવામાં આવે તો પ્રાચીન વખતે વાવનું ફરીથી તેના ઉજાગરા કરી શકાય પરંતુ સંતરામપુરમાં આવી પ્રાચીન વખતની મિલકતોની ના સંતરામપુરની પ્રજા કે તંત્રની જરાય રસ નથી. સંતરામપુર તાલુકામાં સંત વિસ્તારમાં ભાણા સીમલ ગામમાં સંતરામપુર મોટાભાગની વાવો હતી, પરંતુ અત્યારે એક પણ જોવા મળતી નથી. જ્યારે પ્રતાપપુરા વિસ્તારમાં સૌથી મોટી વાવ અત્યારે ગામના લોકો તેનામાં કચરો નાખીને પ્રાચીન વખતની વાવનો ઇતિહાસ ભૂલી ગયેલા અને તેનું નામ ભુંસાઈ ગયું છે.