સંતરામપુર, સંતરામપુર પ્રાંત કચેરી ની પાછળ મકાનમાં લાગી આગ રોકડ રકમ અને દાગીના બળીને ખાખ થઈ. સંતરામપુર પ્રાંત કચેરી પાછળ રહેત રમેશભાઈ વીસપડાના ઘરે લાગી આગ ઘરની અંદર ઘરના પરિવારો ટીવી ચાલુ કરતાં જ એકદમ શોર્ટ સર્કિટ અને ધડાકો થયો ધડાકો થતા જ મકાનની અંદર ચારે બાજુથી આગ લાગવા માંડી જેવી આગ લાગતા ઘરના પરિવારો ઘરની બહાર નીકળી ગયા ધીરે ધીરે આખા મકાનને આગે લપેટમાં લઈ લીધી હતી. બૂમાબૂમ કરી મુકતા ચારે બાજુથી આજુબાજુના ગામજનો દોડી આવ્યા હતા અને ખાનગી ટેન્કર વડે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ એટલી ભયંકર લાગી કે તિજોરી આખી બળીને ખરાબ થઈ ગઈ, તિજોરીની અંદર મકાન માલિકે નવું મકાનનું બાંધકામ કરવા માટે રૂપિયા પાંચ લાખ ઉપાડીને લાવ્યા હતા. તેમાંથી બે લાખ રૂપિયા કેટલા બળીને ખાખ થઈ ગયા અને સોના ચાંદીની રકમ પણ ઓગળી ગઈ અને ઘરવખરી સામાન અને અગત્યના કાગળિયા પણ બનીને ખરાબ થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ આવી ઘટના બનતા જ મધ્યમ વર્ગના પરિવારો મોટા પાયે નુકસાન થવા પામ્યું થોડા દીવા પછી ઘર બનાવીશું, તેમ કહીને બેંકમાંથી રકમ ઉપાડીને લાવ્યા હતા અને શોર્ટ સર્કિટ થતા જ આગ લાગવાથી ઘટના બની ચાલુ આગની અંદર જ તિજોરીને બહાર ખેંચી લાવીને થોડી ઘણી રકમ બચાવી લેવામાં આવી પરંતુ રોકડા રકમ અને દાગીના ઓગળી જતા મોટાભાઈએ નુકસાન થવા પામેલું છે. બે થી ત્રણવાર પાણીના ટેન્કરનો મારો ચલાવીને આગને કાબુ કરવામાં આવી ટીવી ચાલુ કરતાં ધડાકો થતા હવે ખરેખર શોર્ટ સર્કિટ કઈ રીતે લાગ્યું તે તપાસ નો વિષય બન્યો અને આવી ઘટના બનતા જ આજુબાજુના રહેતા લોકોમાં પણ ડર જોવા મળી આવ્યો હતો. પરંતુ ઘરના પરિવારોની કોઈ જાનહાનિ થઈ નથી.