સંતરામપુર પાવર હાઉસનું દિવાલ ઘસી પડતા જોખમ વધ્યો

સંતરામપુર, સંતરામપુર લુણાવાડા રોડ પાસે પાવર હાઉસ સ્ટેશન વરસાદના કારણે દિવાલ ઘસી પડતા પાવર હાઉસની ખુલ્લી જોવા મળી આવેલી હતી. આ પાવર હાઉસ સ્ટેશન માંથી સંતરામપુર તાલુકાના ગામની અંદર તમામને વીજળી પૂરી પાડતા હોય છે અને નિયમ મુજબ સલામતી માટે પાવર હાઉસને ચારે બાજુથી બોર્ડર કરેલી હોવી જોઈએ અને અન્ય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપી શકાતો નથી. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને બોર્ડર તૂટી ગયા પછી એક મહિનો પૂર્ણ થવા છતાં આ પાવર હાઉસને ચારે બાજુથી આના કારણે ગમે તેવી વ્યક્તિ જે અન્ય રખડતા પશુઓ પણ આવા જોખમ સ્થળ ઉપર પ્રવેશ કરે તો મોટી હોનારત ઘટના પણ બની શકે છે. આ સ્થળ ઉપર વીજળીનો સંગ્રહ કરેલો અને કારણે આવી હાઈ વોલ્ટની મશીનરી ખુલ્લામાં જોવા મળી આવેલી છે. રોડ ઉપર આ સ્ટેશન આવેલા હોવાના કારણે મોટાભાગના અહીંયા થી વહાણો પસાર થતા હોય છે. જોખમ અને દુર્ઘટના પણ ગમે ત્યારે બની શકે આવી હાઈ વોલ્ટની પાવર હાઉસ ને ખુલ્લુ રાખો નિયમ જ નથી તેમ છતાં લાલિયાવાડી જોવા મળી હતી.