સંંતરામપુર,
સંતરામપુર પોલીસ મથકે સગીરાને ફોંસલાવી પટાવી ભગાડી જવાના ગુન્હામાં ગરબાડા તાલુકાના સરસોડા ગામના આરોપી વિરૂદ્ધ પોકસો હેઠળ ગુન્હો નોંધાયેલ હતો. જે કેસ લુણાવાડા સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા આરોપીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાંં આવી.
વિસ્તૃત વિગતો મુજબ 2018ના વર્ષમાં સંતરામપુર તાલુકાની 17 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ગરબાડા તાલુકાના સરસોડા ગામે રહેતો આરોપી મનોજ દિપકભાઈ પલાસ યૌનશોષણ કરવા ભગાડી લઈ જતાં આ બાબતે સંતરામપુર પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ગુન્હો નોંંધાવા પામ્યો હતો. જે કેસ લુણાવાડા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતાં સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પે.પોકસો જજ મમતાબેન એમ.પટેલ એ આવા ગુન્હાઓ અટકાવવા માટે સમાજમાંં દાખલો બેશે તેવો ચુકાદો આપી. આરોપી મનોજ પલાસને 7 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાંં આવ્યો.