સંતરામપુર તાલુકાના પરથમપુર ગામના બુથ નંબર 220 પર ફરી યોજાશે મતદાન

  • સંતરામપુર, જીલ્લા કલેકટર દ્વારા મતદાનને લઈને માહિતી આપવામાં આવી.
  • 1224 મતદારો માટે ફરી યોજશે મતદાન.
  • જીલ્લા કલેકટર દ્વારા કરાયા જાહેરનામા .
  • ઇલેક્શન કમિશન દ્વારા બુથ પર થયેલ ગેરરીતિ માટે ફરી યોજશે મતદાન.

11મે ના રોજ યોજશે ચૂંટણી પરથમપુર ગામે 7 મે ના રોજ યોજાયેલ મતદાનના દિવસે બુથ પર વિજય ભાભોર દ્વારા બોગસ મતદાન કરતો વિડિયો મામલે પોલિંગ બુથ પર હાજર 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
મહીસાગર જીલ્લા ચૂંટણી અધિકારીએ સંતરામપુરના 220 નંબરના પ્રથમ પુરા મતદાન મથકમાં પર ફરજ બજાવતા 4, બુથના કર્મચારી અને 2 પોલીસ કર્મી મળી કુલ 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

સસ્પેન્ડ થયેલા નામ

રોહિત કાનાભાઈ ખુશાલભાઈ- પ્રિસાઇડિંગ ઓફિસર

પરમાર ભુપતસિંહ મોતીસિંહ – આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ

સોલ્યા યોગેશભાઈ સોમજીભાઈ – પોલિંગ ઓફિસર

પટેલ મયુરિકાબેન શાંતિલાલ – પોલિંગ ઓફિસર

સહિત બે પોલીસ કર્મી

5 – રાહુલ જીલુભાઈ

6 – રમણભાઈ છગન માલીવાડ

મળી કુલ 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા