સંતરામપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચોમાસુ પાક નિષ્ફળ જાય તો ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. સંતરામપુર તાલુકો મોટાભાગનો ખેડૂતો ખેતી પર જ નિર્ભર રહેતા હોય છે અને સૌથી વધારે ચોમાસુ પાક તેમના માટે આશીર્વાદરૂપ સમાન થતું હોય છે. કારણ કે આખા વરસનો અનાજના પાકમાં ડાંગર અને મકાઈ સૌથી વધારે મહત્વનો પાક ગણાતો હોય છે. ખેડૂતે મોટાભાગની ખેતી માટે તૈયારી કરીને બિયારણ નું વાવેતર કરી મુકેલ હતું. છેલ્લા બે દિવસથી વરસાદે સારો વરસાદ પડવાના કારણે ખેતીના પાકને નુકસાન થતું અટકી ગયું છે. ખરેખર આ સમયે જ ડાંગર અને મકાઈને સખત પાણીની જરૂર હતી. હવે ખેડૂતો માટે વરસાદ પડતા જ સારો પાક મેળવવાની આશા જોવાયેલી છે. બપોરના જ આજ રોજ વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી હતી. સંતરામપુર નગરમાં નિકલા વિસ્તારોમાં રહે રોડ ઉપર જ પાણી પાણી થઈ ગયું હતું. સંતરામપુરમાં આશરે બે ઇંચતો વરસાદ પડ્યો.