
સંતરામપુર,
સંતરામપુર નગરની સરદાર નગર સોસાયટીમાં ખુલ્લા પ્લોટોમાં આખા ગામનો કચરો ઠલવાય છે, પરંતુ સૌથી મોટું નુકસાન રખડતા પશુઓ અને પસાર થતાં લોકોને અને સ્થાનિક રહીશોને આરોગ્ય માટે જોખમકારક પાલિકાએ કચરો નાખવા માટે ક્ધટેનર મૂક્યું છે. પરંતુ સફાઈ કામદાર પોતાની બે જવાબદારીના કારણે કચરો બધો ચારે બાજુ નીચે નાખે છે. સૌથી વધારે કચરામાં પ્લાસ્ટિકની થેલીઓ હોવાના કારણે મોટાપાયે ગાયો અને નાના બચ્ચાઓ તેને ખાય છે અને બીમાર પડે છે, પરંતુ પાલિકા જરાય સમજવા તૈયાર જ નથી. આ પરિસ્થિતિ જોયા પછી પણ સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખરેખર પાલિકાની બેજવાબદારી અને લોકો માટે આરોગ્યનું જોખમકારક ભારત સરકારનું સ્વચ્છતા અભિયાન અહીંયા જોવાય રહેલું છે. પાલિકા કેટલો ધ્યાન રાખે છે.